ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા કુમ કુમ પાર્ટી પ્લોટ મોડાસા ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો. અભિવાદન કાર્યક્રમમાં જિલ્લાના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભારત માતા કી જયના નાદ સાથે રૂડો આવકાર આપ્યો હતો તેમજ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ પણ કાર્યકર્તાઓને વંદન કરી તેમનું અભિવાદન ઝીલ્યું હતુ ત્યાર બાદ ઉપસ્થિત સાઘુ-સંતો પર પૃષ્પ વર્ષા અને વંદન કરી આશિર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત બાળક સહિત ચાર વ્યકિતઓના મોત થતા મૃતકોને શ્રદ્ધાજંલિ અર્પણ કરી પરિવારને દુખ સહન કરવા ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું.
અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સાધુ-સંતોના ચરણોમાં વંદન કરતા જણાવ્યું કે, કુદરતી સોદર્યની વચ્ચે આપણો અરવલ્લી જિલ્લો આવેલો છે. ભગવાન શામળાજી ને પણ અંહીથી વંદન. ભગવાન બિરાસામુંડાજીની જન્મજયંતિ નિમિત્તે અંબાજી થી ઉમરગામ સુધી ભવ્ય ગૌરવ યાત્રા આખા દેશભરમાં યોજાઇ પરંતુ ગુજરાતમાં વિશેષ રૂપે 14 જિલ્લા અને 54 તાલુકામાં યાત્રા સફળતા રીતે યોજાઇ. નવી જનરેશનને જુની વાયકોની જાણ નથી આજે જૂની વાયકોઓ સાચી પડી રહી છે કે આજના દિવસોમાં કેવી પરિસ્થિતિ સર્જાશે. આપણે જે વટવૃક્ષો પર બેઠા છીએ તેમા આપણા કેટકેટલાય વડવાઓએ તપ-તપસ્યા કરી છે. પ્રદેશ અધ્યક્ષશ્રીએ સંગઠનના જૂના પદાધિકારીશ્રીઓને યાદ કરતા જણાવ્યું કે, બુથના કાર્યકર્તા તરીકે કામ કરી આજે અંહી તમારી સાથે છું આ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીમાંજ આ શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તા કે સામાન્ય પરિવારનો કાર્યકર્તા કે ચાની કિટલીએ ચા વહેચતા હોય અને આજે દેશના વડાપ્રધાન તરીકે કાર્ય કરી શકે,એક બુથના પ્રમુખ તરીકે કાર્ય કરીને શ્રી અમિતભાઇ શાહ સાહેબ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે. આજે ભારતીય જનતા પાર્ટી જે વટવૃક્ષ બન્યું છે તેની પાછળ પક્ષના કાર્યકર્તાઓની તાકાત રહી છે. આપણી વચ્ચે રહેલો કાર્યકર્તા જ્યારે મંચ પર બેઠો હોય ત્યારે સાથી કાર્યકર્તાઓ સૌથી વધુ ગર્વની લાગણી અનુભવે છે. ભારતીય જનતા પાર્ટી દુનિયાની એક માત્ર એવી પાર્ટી છે કે જ્યા કાર્યકર્તાઓની સાચા અર્થમાં કદર થાય છે. આજે ભાજપના પ્રાથમિક સભ્ય,બુથના પ્રમુખ,શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ કે મંડળના પ્રમુખ, જિલ્લા કે પ્રદેશના પ્રમુખ હોવુ તે ખૂબ ગર્વની બાબત છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, કાર્યકર્તાઓ મને ભેટ સ્વરૂપે કે સ્વાગત સમયે જે પણ વસ્તુ આપે છે તે તમામ વસ્તુ કમલમની અંદર મુકી દીધી છે કારણ કે તે મારી મુડી નથી મારા કાર્યકર્તાઓની મુડી છે. આજે કેસરિયા ખેસને કારણે સમાજમાં આપણી શાખ વધે છે, આપણી જવાબદારી વધે છે. આ કેસરિયા ધ્વજ આપણી આન,બાન અને શાન છે,આપણા સન્માનનું પ્રતિક છે. જિલ્લાના જાણીતા સ્થળો અને કુદરતી સૌદર્યની વાતની વિસ્તૃત છણાવટ કરી હતી.આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આપણી જુની વિરાસતો ને સાચવવાનુ કામ કર્યુ છે જેમાં કાશિવિશ્વનાથનો કોરિડોર,ઉજૈન મંદિર, દ્વારકા, સોમનાથ,પાવગાઢ કે અંબાજી અને શામળાજીનુ મંદિર. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પ્રમાણે ચાલી ગુજરાતની તમામ ઘરોહરને સાચવવાનુ કામ કરી રહ્યા છે ત્યારે આપણા સૌની જવાબદારી છે આપણે આપણી ઘરોહરને સાચવીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણા દેશના ખેડૂતોની ચિંતા કરે છે.આઝાદીના 75 વર્ષ પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની અંદર અલાયદો સહકારીતા વિભાગ શરૂ કર્યો છે અને તેનુ સુકાન આપણા દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને સોપ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે સહકારી વિભાગને મજબૂત કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા છે.આજની નવી જનરેશનને તે વાતની જાણ જ નથી કે પહેલાના સમયમાં 6 વાગ્યા પછી વિજળી આવતી ન હતી તેમને ખબર જ નથી કુવામાથી દોરડુ ખેચી પાણી કાઢવું પડતું. આપણા વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના તમામ ગામડામાં શાળા,વિજળી,શૌચાલય બનાવવાનો સંકલ્પ કર્યો.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, આમ તો આ જિલ્લામાં કોંગ્રેસના ઓછા લોકો છે,કોંગ્રેસના નેતા આવે તો કહેજો કે તમને દેશની જનતાએ 65 વર્ષ આપ્યા તમે વિકાસના શું કાર્ય કર્યા તેનો હિસાબ માંગજો. ગરિબિ,બેરોજગારી,પાણી,વિજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો કોંગ્રેસના સમયમાં મળતી ન હતી. કોંગ્રેસની સરકાર વખતે સાબરમતીથી ટ્રેન મારફતે સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવતુ હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેવડિયાથી કચ્છ સુઘી પાણી પહોંચાડવાનું કાર્ય કર્યુ છે. કોંગ્રેસના નેતાઓને હજી સ્ટેચ્યુ ઓફ યુનિટિ જઇ સરદાર સાહેબને શ્રદ્ધાજિંલ આપવાનો સમય મળ્યો નથી. મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં કિસાન સન્માનનિઘિ યોજના હેઠળ સિઘા રૂપિયા જમા કરાવ્યા છે. ભાજપની સરકારમાં મંદિરો અને પર્યટકોના વિકાસ થયા છે. કોંગ્રેસ વખતે જાતવાદ,પ્રાંતવાદની રાજનીતી હતી.કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઇ ભારતની ટીકા કરે છે તેમને દેશનો વિકાસ દેખાતો નથી. હજુ આવનાર 25 થી 30 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં નહી આવે તે વાતનો મને ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે.
અભિવાદન સમારોહમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ઘણા વ્યસ્ત સમયમાં આપણા ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષશ્રીએ મોટા ભાગના જિલ્લાઓમા પ્રવાસ કાર્યક્રમ પુર્ણ કર્યો છે આજે અંહી ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા છે તે માટે જિલ્લા પ્રમુખ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન.આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીએ કોઇ પણ મોંઘી ગીફટોની જગ્યાએ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા નોટબુક અને પુસ્તકથી સ્વાગત કરવા નવો પ્રેરણાદાયી અભિગમ અને સવેંદના દાખવી છે. ગુજરાતમાં વિકાસની રાજનીતીની શરૂઆત આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી અને ગુજરાતના વિકાસના આઘાર પર દેશની જનતાએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રધાનની જવાબદારી સોંપી. આજે ભારત દેશ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતની શ્રેણીમાં આવે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના અધ્યક્ષ તરીકે શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી આપણને માર્ગદર્શન આપવાના હોય ત્યારે પુરી તાકાતથી કામે લાગીઅ અને ભૂતકાળની ચૂંટણીમાં જે પરિણામ મળ્યુ છે તેના કરતા પણ શ્રેષ્ઠ પરિણામ મળે તેના માટે સૌ સાથે મળી પ્રયાસ કરીએ. સંગઠનને વધુ મજબૂત બનાવીએ.
અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના પ્રમુખશ્રી ભીખાભાઇ, રાજય સરકારના મંત્રીશ્રી પી.સી.બરંડા,સાંસદશ્રી શોભનાબેન,ધારાસભ્યશ્રીઓ, સહકારી આગેવાનો, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી ડો.ઋત્વીજભાઇ પટેલ,શ્રી સંદિપભાઇ દેસાઇ તેમજ જિલ્લા-પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
