આજરોજ ભાવનગર શહેર જિલ્લાના વિવિઘ વેપારી એસોશિયેશન, સામાજીક – શૈક્ષણીક સંસ્થા, વિવિઘ જ્ઞાતિ સંગઠનો દ્વારા રાજયના કૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીજીનો અભિવાદન સમારોહ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા તેમજ કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી મનસુખભાઇ માંડવીયા,શ્રી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

BJP GUJARAT NEWS ભાવનગર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભાવનગર શહેર જિલ્લાના વિવિઘ વેપારી એસોશિયેશન, સામાજીક – શૈક્ષણીક સંસ્થા, વિવિઘ જ્ઞાતિ સંગઠનો દ્વારા રાજયના કૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીજીનો અભિવાદન સમારોહ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા તેમજ કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી મનસુખભાઇ માંડવીયા,શ્રી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગરના ઇસ્કોન કલબ ખાતે આજરોજ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનું બુકે,ફુલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીતુભાઇ વાઘાણીજીના માતૃશ્રીનું સમસ્ત મહાજન સમાજ વતી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આધુનિક બ્લડ બેંકની મોબાઇલ વાનની ચાવી બ્લડ બેંકના ટ્રસ્ટીશ્રીઓને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીના હસ્તે અર્પણ કરવામાં આવી.

પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ભાવનગરના દિકરાનુ સન્માન હોય ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ,શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા અભિવાદન થઇ રહ્યુ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આપ સૌએ એવા વ્યક્તિનુ સન્માન કર્યુ છે જેમને મે સંઘર્ષના સમયમાં નજીકથી જોયા છે પછી તેમા સરકાર નો હોય કે સંગઠનનો હોય અને તેમની કામ કરવાની શૈલીને કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ, રાષ્રીનેય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી સહિતના આગેવાનોએ યોગ્ય વ્યક્તિના હાથમાં જવાબદારી સોંપી છે તેવો વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી સંઘર્ષ પછી પણ ટકી શકી છે અને કાર્યકર્તાઓની વિશેષતાનુ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના કાર્યકર્તાના ઘરે બે વ્યક્તિઓના મોત થયા છતા દેશની સેવા માટે સર્મિપત થઇને કામ કરે ત્યારે તે પાર્ટી ક્યારેય ક્યાંથી હારે નહી તેનુ આદર્શ ઉદાહરણ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે અને આજે પિનથી લઇ પ્લેન સુધીની તમામ વસ્તુ ગુજરાતમાં બની રહી છે તેનુ આજે ગુજરાતીઓને ગર્વ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થામાં ભારત દેશનો સમાવેશ થશે તેનો વિશ્વાસ છે. આજે સૌથી વધુ રોજગારી આપતુ રાજય ગુજરાત છે. વડાપ્રધાનશ્રી ભારતને આત્મનિર્ભર ભારત અને વિકસીત રાષ્ર્ન બનાવવા સંકલ્પ આપ્યો છે તેને સૌ સાથે મળી સફળ બનાવવા પ્રયાસ કરીએ.

કાર્યક્રમમાં ડો.મનસુખભાઇ માંડવીયાજીએ સંબોઘન કરતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં રાજય સત્તા પર ઘર્મસત્તા છે ધર્મસત્તાની નીચે જ બઘી જ સત્તા છે. આપણા દેશમાં સંત્તોનુ સ્થાન ઉચુ છે અને આજે કાર્યક્રમમાં સંતોને આમંત્રણ આપવા બદલ આયોજકોને અભિનંદન. આજના કાર્યક્રમમાં જીતુભાઇ વાઘાણીજીના માતૃશ્રીનુ સન્માન કરી આયોજકોએ કાર્યક્રમમાં વિશેષ રૂપે કર્યુ છે તેમના માતૃશ્રીનુ સન્માન કરી નારી શક્તિનુ અને તેમના પરિવારનુ સન્માન કર્યુ છે. વ્યક્તિ જ્યારે કામને પુરતો ન્યાય આપે ત્યારે પરિવારને ઓછો ન્યાય આપી શકે છે એટલે માટે તેમના માતૃશ્રીનુ સન્માન કરવા બદલ આયોજકોને અભિનંદન. કોઇ પણ વ્યકિતનુ સન્માન કરવાથી તેમનો વિશ્વાસ અને તમારી સાથેનુ જોડાણ મજબૂત બને છે. જીતુભાઇ પાસે તમારા સૌની જે પણ અપેક્ષા છે ત્યારે તમારી અપેક્ષાને પુરી કરવા કચાસ નહી રાખે અમે સૌ જીતુભાઇ સાથે છીએ.

કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણાજીએ સંબોઘન કરતા જણાવ્યું કે, અભિવાદન અને સન્માન એ સત્તાનુ નહી પણ જવાબદારીનું સન્માન રહે તેની ઇશ્વર સતત સમજણ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરુ છું. આજે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનુ અભિવાદન આજે દેશના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહજીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે થયું છે. જીતુભાઇ વાઘાણાજીએ તેમને પરિવાર સાથેના જુના સંઘર્શના સ્મરણો યાદ કર્યા. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ભારત સતત વિકાસની દિશામાં આગળ વઘી રહ્યો છે. 10 થી 15 વર્ષ પહેલા આપણુ ભાવનગર કહેવુ હતુ અને આજે કહેવુ છે તે આપ સૌએ જોયુ છે. ભાવનગરમાં આજે વિકાસના ઘણા કામો થયા છે.ઘોલેરાના વિકાસના કારણે ભાવનગરનો વિકાસ ઝડપથી થશે તેવો વિશ્વાસ છે. કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શનમાં ભાવનગર આવનાર સમયમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરશે તેવો વિશ્વાસ છે. આજે હું જે પણ છું તે પાત્રતા કેળવવા માટે અનેક લોકોનો સહયોગ છે. પ્રામણિકતા અને નિષ્ઠા હમેંશા જળવાઇ રહે તે મહત્વનું છે. આજે મારુ સન્માન થયુ છે તેનાથી મારી જવાબદારીનુ મહત્વ વધી જાય છે. ભાવનગરના વિકાસના કાર્યો માટે હમેંશા સરકાર અને સંગઠન કટિબદ્ધ છે.

આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રભારીમંત્રીશ્રી કૌશિકભાઇ વેકરિયા,સાંસદશ્રી ભરતભાઇ સુતરિયા,જીલ્લાના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ,ઘારાસભ્યશ્રીઓ,પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી ઘવલભાઇ દવે સહિત જિલ્લાના આગેવાનો તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *