ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાહનના ભાગરૂપે, ગુજરાતમાં આંણદ ખાતે રાષ્ટ્રીય સ્તરની એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર@યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ ત્રીપુરાના મુખ્યમંત્રીશ્રીએ સંબોઘન કર્યુ હતું. સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદ થી કેવડિયા સુઘી 26 નવેમ્બરથી 5 ડિસેમ્બર એમ કુલ 11 દિવસ સુધી પદયાત્રા યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભારત આત્મનિર્ભર બને તે માટે સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવા શપથ લેવાડાવવામાં આવ્યા.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જય સરદારના ઘોષ સાથે તેમજ આજના દિવસે સૌને સંવિઘાન દિવસની શુભકામના પાઠવતા સંબોઘન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં તેમજ કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજીના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજીત સરદાર@યુનિટી માર્ટ અંતર્ગત રાષ્ટ્રીય પદયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સંવિઘાન દિવસ નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકરજી અને સંવિઘાન સભાના સૌ સદસ્યોને આદર પુર્વક નમન કરુ છું તેમજ સૌને સંવિઘાન દિવસની શુભેચ્છા.વિશ્વ નેતા અને આપણા લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ભવ્યાતિભવ્ય ઉજવાઇ રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે સરદાર સાહેબનું બાળપણ અને શિક્ષણ જે સ્થળ થયું તે પવિત્ર ભૂમિ કરમસદથી કેવડિયા સુઘી યુનિટી માર્ચનું આયોજન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને લોહપુરૂષ સરદાર સાહેબને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી પ્રતિમાં વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતિક બની છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનુ વિલિનીકરણ કરીને અખંડ અને એક ભારતનું નિર્માણ કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સરદાર સાહેબના કંડારેલા માર્ગ પર એક ભારત-શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા સતત પ્રયત્નરત છે.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, ગત દિવસે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના હિન્દુઓના આસ્થાસમા રામમંદિરમાં ધર્મધ્વજા રોહણનું અને રામ મંદિરનું કાર્ય સંપન્ન કર્યું છે. દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા ઐતિહાસિક ચાર લેબલ કોડ દેશમાં લાગુ કરવામાં આવ્યા છે. સરદાર સાહેબ હમેંશા શ્રમિકો-ખેડૂતોના હિત માટે લડયા હતા. અમદાવાદના મિલકામદારોના હક્ક માટે તેમજ ખેડા અને બારડોલીના ખેડૂતોના ન્યાય માટે સરદાર સાહેબે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિના વર્ષમાં નવા લેબર કોડ સરાદાર સાહેબને સાચી શ્રદ્ધાજંલિ અર્પી છે. સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુઘી પહોંચાડવાના ઉદેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઇ રહી છે. કરમસદથી કેવડિયા એમ અંદાજે 152 કિમીની પદયાત્રા એક પદાયાત્રા જ નહી પરંતુ રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. દેશભરમાંથી યુવાનો,મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. પદયાત્રામાં દેશના તમામ રાજ્યોમાં યોજાઇ છે જેમા સૌકોઇ સહભાગી બન્યા છે સાથે આ યાત્રા એક ભારત –આત્મનિર્ભર ભારત ની નેમને પણ સાકાર કરશે. આ યાત્રા દરમિયાન આયોજીત થનારી સરદાર ગાથા,સભાઓ તથા લોકો સરદાર સાહેબના મુલ્યને જાણે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદ્રઢ બનશે.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સ્પષ્ટ માને છે કે,રાષ્ટ્ર અને સમાજ માટે રાષ્ટ્રિય એકતા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મિરમાંથી કલમ 370 દુર કરવામાં આવી કચ્છ થી કટક અને કાશ્મિરથી કન્યાકુમારી સુઘી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. સરદાર સાહેબે ગરિબિ દુર કરવા દિર્ઘકાલિન યોજના બનાવવા માટે ખૂબ હિમાયતી રહ્યા છે,સરદાર સાહેબનું ગરિબિ દુર કરવાનું સ્વપ્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમાં ગરિબિ રેખાથી લોકોને ઉપર લાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાનો સચોટ અમલ કરાવી કરોડો લોકોને ગરિબિ રેખાથી બહાર આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસની રાજનીતી અને સૌના સાથ-સૌના વિકાસથી જ વિકસીત ભારત બની શકે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવવામાં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો અથાગ પરિશ્રમ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા પછી એક પણ રજા લીઘા વગર સમગ્ર જીવન રાષ્ટ્ર હિત પ્રથમના ભાવ સાથે દેશ માટે જીવન સમર્પિત કર્યુ છે. આપણે સૌ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના એક ભારત-શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સાથે મળી સહભાગી બનીએ.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ ઉત્સાહભેર સંબોધનની શરૂઆત જય સરદાર સાથે કરતા જણાવ્યું કે, આજે કરમસદમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી યુવાનો આવ્યા છે. આજે 26મી નવેમ્બર એટલે કે ભારત દેશ માટે એક વિશેષ દિવસ છે. આજના દિવસ સંવિઘાનનો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આજના દિવસે ડો.બાબા સાહેબ આંબેડકરજી તેમજ તેમની ટીમને સાચા અર્થમાં યાદ કરીને વંદન કરું છું. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સરદાર@યુનિટી માર્ચનો દેશભરમાં સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષતામાં 182 વિઘાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ સાહેબે વિશ્વના દેશો સમક્ષ ભારતના નાગરિકોનું સન્માન વઘારવાનું કામ કર્યુ છે. આજે એક સંયોગ છે કે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ,ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતિ તેમજ વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉજવવાની તક આપણને સૌને મળી છે તે આપણા માટે ગર્વની બાબત છે. સરદાર પટેલના માત્ર નામ લેવાથી જ દેશના યુવાનોમાં એક અલગ જોમ-જુસ્સો આવે છે તેવુ લોખંડી અને મજબૂત વ્યક્તિત્વ છે. શ્રી વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ભારત-શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન અને આત્મનિર્ભર ભારતની પ્રેરણા આપી છે અને દેશને આ દિશામાં આગળ વઘારવા આપણે સૌ સાથે મળી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો અને દેશવાસીઓ સંકલ્પ કરે કે જીવન જરૂરીયાતની તમામ વસ્તુ માટે ફકત સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ.
આ કાર્યક્રમમાં ત્રીપુરાના મુખ્યમંત્રીશ્રી માણિકા સાહા, રાષ્ટ્રીય મહામંત્રી તેમજ યોજનાના ઇન્ચાર્જશ્રી સુનિલ બંસલજી, કેન્દ્રિયમંત્રીશ્રી અનુપ્રિયાજી પટેલ,કેન્દ્રિયમંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજયના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ઘારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ જુદા-જુદા વિસ્તારમાંથી આવેલા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
