ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં સંવિઘાન ગૌરવ દિવસ તેમજ અનુસુચિત જાતિના નવનિયુક્ત મંત્રીશ્રીઓશ્રી શ્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા,શ્રી મનિષાબેન વકિલ તેમજ શ્રી દર્શનાબેન વાઘેલાજીનો સન્માન સમારોહ ગાંઘી આશ્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. અનુસુચિત જાતિ મોરચના પ્રમુખશ્રી ગૌતમભાઇ ગેડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત પાઘડી,સંવિઘાન,ચોપડા તેમજ આભાર પત્ર આપી કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોઘન કરતા જણાવ્યું કે, આજે સંયોગ છે કે સંવિઘાન ગૌરવ દિવસ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે તેમજ સાથે સાથે દેશના લોખંડિ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરની અંદર યુનિટી માર્ચ નિકળી રહી છે. કેવડિયાથી કરમસદ સુઘી પદયાત્રાનો પ્રારંભ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કરાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સરદાર સાહેબ તેમજ ડો.બાબા સાહેબ આંબેડકરજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજંલિ આપવાનું કાર્ય કર્યુ છે. સંવિઘાનને આપણે સૌએ સ્વીકાર્યુ તો ખરુ પરંતુ આજના દિવસને બંઘારણ દિવસ તરીકે ઉજવવાનું કોઇએ નક્કી કર્યુ હોય તો તે આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કર્યુ છે. અત્યારે જે દેશમાં અને લોકસભામાં લાલ ચોપડી લઇને ફરીને કહે છે કે બાબા સાહેબ અમારા છે તેમ કહીને ઢોલ વગાડી રહ્યા છે તેમને કહેજો કે બાબા સાહેબ આંબેડકરજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે તે સમયે કાળા વાવટા કોને ફરકાવ્યા તેમ પુછજો. 1952ની લોકસભાની ચૂંટણીમાં જાણી જોઇને અંદાજે 73 હજાર જેટલા મત રદ કોને કરાવ્યા તે સવાલ કોંગ્રેસના મિત્રોને પુછજો. જે એમ કહે છે કે હું સમાજનો દિકરો છું મોટે મોટેથી અવાજ કરી વિઘાનસભાની અંદર અનુસુચિત ભાઇ-બહેનની લડત માટે નહી પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે અને સમાજનો ઠેકો લઇને ફરે છે તેમને પુછજો કે બાબા સાહેબને લોકશાહિના મંદિરમાં જતા કોને અટકાવ્યા હતા. જાહેર મંચથી મોટા મોટા અવાજેથી બોલવાથી સમાજના દિકરા-દિકરીઓને ભોળવી નહી શકો, જે સત્ય છે જે હકિકત છે તે છુપાઇ નહી શકે. શ્યામા પ્રસાદ મુખર્જી અને ડો.બાબા સાહેબ આંબેડકરજીએ જવાહરલાલની સરકારમાંથી રાજીનામું કેમ આપ્યુ તે સવાલ કરજો. ડો.બાબા સાહેબ આંબેડકરજીને ભારત રત્ન એવોર્ડથી દુર કોને રાખ્યા.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓને બાબા સાહેબ અમારા છે તેમ કહેવાનો કોઇ અધિકાર નથી, બાબા સાહેબ માત્ર અનુસુચિત સમાજના જ નહી પરંતુ દેશની જનતાના છે. કોંગ્રેસ પક્ષ દ્વારા બંઘારણ સાથે વારંવાર છેડછાડ કરવામાં આવ્યા તેમને પુછજો કે સેક્યુલર શબ્દ કોને ઉમેર્યો. કોંગ્રેસના ઇતિહાસમા તેમની સરકારમાં ક્યારેય વિઘાનસભાનું અધ્યક્ષ પદ અને ત્રણ જેટલા મંત્રી પદ આપીને સમાજનું સન્માન નથી કર્યુ આ કામ ભાજપની સરકારે કર્યુ છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીના મુલ્યોને ચરિતાર્થ કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. આજે છેવાડાના માનવી,અંત્યોદયની ચિંતા ,મહિલાઓ માટે શૌચાલય અને ખેડૂતો-યુવાનોને રોજગારી,મહિલાઓને સશક્ત કરવાનું કામ કોઇએ કર્યુ હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી રહ્યા છે. હું તમારો દિકરો-દિકરી છું તેમ કહી તમને છેતરવા માટે કોઇ નેતા આવે તો છેતરાશો નહી.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખશ્રી પ્રેરકભાઇ શાહ, સાંસદશ્રી દિનેશભાઇ મકવાણા, શ્રી રમણલાલ વોરા, પ્રદેશના મંત્રી અને મોરચાના પ્રભારીશ્રી ઝવેરભાઇ ઠકરાર, અમદાવાદના મેયરશ્રી પ્રતિભાબેન જૈન,મોરચાના પ્રદેશ-જિલ્લાના આગેવાનો તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રીના પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી ડો.ઋત્વીજાભાઇ પટેલ,શ્રી ધવલભાઇ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
