ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભમાં આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ગૌતમભાઇ ગેડિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
શ્રી ગૌતમભાઇ ગેડિયાએ મીડિયાને જણાવ્યું કે, પાછલા ઘણા દિવસોથી કોંગ્રેસના ઘારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડિલા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને અનુલક્ષી જે તેમના નિવેદનમાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઇ શકે. જીગ્નેશ મેવાણી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે પ્રયોગ કરેલી ભાષાને હું સખત શબ્દોમાં વખોડુ છું,ટીકા અને નીંદા કરું છું, લોકશાહિને ઠેસ પહોંચે તે પ્રકારનું નિવેદન કર્યુ છે તે વિચારની નિંદા કરું છું. આ અપમાનએ કોંગ્રેસની કાયમી નીતી રહી છે, એક પરિવારવાદની નીતી રહી છે. જેમને 32 દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે તેવા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વ્યક્તિત્વ કોંગ્રેસના નેતાઓને પચતુ નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે કરેલ વાણીવિલાસ એ વડાપ્રધાનશ્રીના પદની ગરીમાનું ઘોર અપમાન છે, સમગ્ર ગુજરાતનું અપમાન છે અને એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય.કોંગ્રેસના નેતા અને ઘારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક ઘારાસભ્યની ગરિમાને લજવી છે.
શ્રી ગૌતમભાઇ ગેડિયાએ જીગ્નેશ મેવાણીને ટાંકીને વધુમાં જણાવ્યું કે, ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે વિઘાનસભામાં મોકલ્યા છે. તમે તમારા વિસ્તારમાં વિકાસના કયા કાર્યો કર્યા ? આપે માતા-બહેનોની યોજનાના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા. આપે આરોગ્ય લક્ષી યોજનાઓને કેટલા ઘર સુધી પહોંચાડી, જીગ્નેશ મેવાણી તમે વિકાસના કાર્યોના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે એટલે વેરઝેરની રાજનીતી શરૂ કરી છે, સમગ્ર રાજયમાં આપ ફકત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો તેવુ તમારા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. આજે તમારા કરેલા નિવેદનોથી એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાકયથી શરમથી ઝુકી જાય છે.ગુજરાતની જનતા વિવેક અને સંસ્કારી ભાષાનો ઉપયોગ કરે છે, ગુજરાતની જનતા વિરોઘ પણ વિવેક અને આદરથી કરે છે. જીગ્નેશ મેવાણીના નિવેદનો એક ટપોરીને છાજે તે પ્રકારની પ્રતિક્રિયા હોય છે, આવી પ્રતિક્રિયાનું નિંદન કરું છું જીગ્નેશ મેવાણી તમારી અંદર રહેલ ડંફાસ,કડવાશ એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતી ગુજરાતમાં તમે શરૂ કરી છે તેની હું નિંદા કરું છું.
શ્રી ગૌતમભાઇ ગેડિયાએ વઘુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વડાપ્રઘાન તરીકેની જવાબદારી સંભાળ્યા પછી છેવાડાના માનવી સુઘી વિકાસ પહોંચે તેની સતત ચિંતા કરી છે. જીગ્નેશભાઇ તમે તમારા મત વિસ્તારમાં કેટલા લોકોને મદદરૂપ થયા છો ક્યારેક આ વિષય પર પણ વાત કરો. આપ દર વખતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની વાત કરો છો તો સંવિઘાનમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છો એટલે કોઇ માતાનું અપમાન કરવું તેની સ્વતંત્રા છે? દેશના વડાપ્રઘાનને અનઉચિત શબ્દો પ્રયોગ કરીને સંબોઘવા તે વાણી સ્વતંત્રતા છે?. તમે તો ડો.બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કર્યુ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરુ છું,તમે વડાપ્રધાનશ્રી તેમજ તેમના માતાનું અપમાન કર્યુ છે તેની તમારે માફી માંગવી જોઇએ. રાજયભરમાં અનૂસુચિત જાતિ મોરચા સહિત અમારા આગેવાનો દ્વારા અમે જીગ્નેશ મેવાણી તેમના નિવેદન બદલ માફી નહી માંગે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ યોજશે.વડગામ વિઘાનસભામાં દલિત સમાજના 27 જેટલા લોકો સાથે અત્યાચાર થયા છે તમે દલિત સમાજના હમદર્દની વાત કરો છો, તો તમે આ 27 લોકોમાના એક પણ પરિવારની ક્યારેય મુલાકાત કરી છે? તમે દલિતોના હક્ક અને હિતની વાત કરો છો તો તાજેતરમાં મજાદર ગામનો એક ઓડિયો વાયરલ થયો છે તેમા તમે કહો છે કે તમે સમજો મારે મારી મત બેંકને સાચવવાની છે, એટલે મીડિયાના માધ્યમથી અનુસુચિત જાતિ સમુદાયના લોકોને કહેવા માંગુછું કે ફકત નફરત અને મુસ્લીમ તૃષ્ટીકરણની વાત કરવાનો કોંગ્રેસનો મંત્ર રહ્યો છે. શ્રી ગૌતમભાઇ ગેડિયાએ વઘુમાં જણાવ્યું કે, જીગ્નેશભાઇના વાણીવિલાસથી કોગ્રેસની જે બચેલી શાખ છે તે પણ પુરી કરવા તેમણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીઘી હોય તે પ્રકારે કામ કરી રહ્યા હોય તેમ લાગે છે. ગુજરાતમાં નફરતની રાજનીતી ક્યારેય ચાલશે નહી,મુસ્લીમ તૃષ્ટીકરણની રાજનીતી ક્યારેય નહી ચાલે. કોંગ્રેસ અને તેમના નેતાઓ વિકાસના મુદ્દે રાજનીતી કરવી જોઇએ.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રીશ્રીઓ શ્રી વિક્રમભાઇ ચૌહાણ, શ્રી દેવેન્દ્રભાઇ વર્મા તેમજ અનુસુચિત જાતિના વડોદરાના પ્રમુખ શ્રી હર્ષદભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
