રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે શ્રી નિતિન નબિનજીની પસંદગી થતા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશવિશ્વકર્માજીએ અભિનંદન પાઠવ્યા

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે બિહારના રાજય સરકારના મંત્રીશ્રી નિતિન નબિનજીની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી નિતિન નબિનજીને ખૂબ ખૂબ શુભકામના પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય મોવડી મંડળે એક યુવાન અને મહેનતુ કાર્યકર્તાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે. શ્રી નિતિન નબિજી પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે  અને હાલ બહિરા રાજયમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે. તેમનો નમ્ર સ્વભાવ,વ્યવાહારુ કાર્યશૈલી અને જનતા વચ્ચે કામ કરવાનો ખૂબ બહોળો અનુભવ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ પદની જવાબદારી મળવી તે ખૂબ જ મોટી અને સન્માનની વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં જ આ શક્ય બને છે કે કોઇ પણ કાર્યકર્તાને પક્ષ જવાબદારી આપી જનતાના હિતના કામ કરાવી શકે છે. મને સંપુર્ણ વિશ્વાસ છે તેમની ઉર્જા અને અનુભવથી પક્ષ સંગઠન ક્ષેત્રે વધુ મજબૂત બનશે. એક નાના કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી આપવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ,દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમજ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી સહિત રાષ્ટ્રય નેતૃત્વનો આભાર અને અભિનંદન વ્યકત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *