ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા યુવા મોરચાની બેઠક ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, જિલ્લાના યુવામોરચાના પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે મીડિયાને સંબોધતા ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું, દેશના કર્મઠ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારતની નેમ મજબૂત કરવા દેશના યુવાનો પર ભાર મુક્યો છે અને આજનો યુવા જોબ સિકર કરતા જોબ ગિવર બને તે દિશામાં અનેક કામો કર્યા છે જેના પરિણામે દેશના યુવાનો આજે દરેક ક્ષેત્રે આગળ છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વવાળી ભાજપા પાર્ટીને પ્રચંડ જીત અપાવે તે માટે યુવા મોરચા દ્વારા આવનાર દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજનાર છે.
શ્રી કોરોટે વધુમાં જણાવ્યું કે, 15મી ઓગસ્ટના દિને સ્વતંત્ર દિવસ નિમિત્તે રાજયભરમાં યુવાનો દેશભક્તિના રંગમાં રંગાય તે માટે 11,12 અને 13 ઓગસ્ટે તિરગાનું વિતરણ કરી વિશેષ ઝુંબેશ ચલાવશે અને વિવિધ શહેરમાં તિરંગા વિતરણ કરવામાં આવશે. 14 મી ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મશાલ રેલીનું આયોજન રાજયના તમામ તાલુકા અને શહેરોમાં કરવામા આવશે.
શ્રી કોરાટે વધુમાં જણાવ્યું કે, મેરી માટી મેરા દેશ અંતર્ગત આગામી સમયમાં દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમજ રાજયના યુવક બોર્ડ દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન થનાર છે જેમાં યુવા મોરચાના કાર્યકરો જોડાશે. આવનરા દિવસમાં રાજયના નવ યુવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જાણે અને પક્ષ સાથે જોડાઇ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે તે દિશામાં વિધ કાર્યો હાથ ઘરાશે