ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા, ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનસેવક અને વૈશ્વીક નેતાશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પ્રધાનસેવક તરીકેના 9 વર્ષ સફળતા પુર્વક પુર્ણ થઇ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તેમના કાર્યકાળમાં દેશહિતમાં અનેક ઔતિહાસિક નિર્ણયો કર્યા તેમના માર્ગદર્શનમાં દેશ કોરોના જેવી મહામારીને પરાજીત કરવામાં સફળ રહ્યો અને સાથે વિશ્વફલક પર ભાકતની આન,બાન અને શાન વધારવામાં સખત પરિશ્રમ કર્યો છે જે સંદર્ભે ભાજપ સંગઠન દ્વારા તમામ જિલ્લા, મંડળ શક્તિ કેન્દ્ર અને બૂથ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજવામાં આવ્યું છે. આજે ગુજરાત ખાતે પેજ સમિતિના પ્રણેતા અને લોકપ્રિય પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી, ગુજરાતના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રિય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરજીની શીલજ તાજ હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપા સરકારને 9 વર્ષ પુર્ણ થયા છે. છેલ્લા નવ વર્ષમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યકાળમાં દરેક સેકટરમાં લોકોએ સુઘારો જોયો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સફળતાના 9 વર્ષ પુર્ણ થયા છે જે ભારતની આંતરરાષ્ટ્રીય છબી, ભારતીય સંસ્કૃતિના પુનસ્થાપનાના, ગરિબ કલ્યાણના, યુવાનોની આંકક્ષા પુરતીના, મહિલા સશક્તિકરણના,ખેડૂત કલ્યાણના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આજે જી-20નું યજમાન કરી રહ્યુ છે. વડાપ્રધાનશ્રીના આહવાહનથી આજે ભારતના યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે અને આજે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિદેશ પ્રવાસમાં સૌએ જોયુ કે કેટલાક વિશ્વના નેતાઓ મોદી સાહેબને બોસ કહે છે તો કોઇક નેતાઓ નમન કરી સન્માન આપે છે આ સન્માન સમગ્ર દેશની જનતાનું સન્માન છે, નવા ભારતનું સન્માન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપેલા વન સન, વન અર્થ,વન ગ્રીડના સુત્રને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે દેશના નવા સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે થયું. નવા ભારતની નવી નીતી રીતી બનાવનાર આ ભવનમાં સેંગોલની સ્થાપના કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતની સંસ્કૃતિને પુનસ્થાપિત કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર ગરીબ,દલિત–પીડિત શોસિત અને વંચિતોને સંમર્પિત સરકાર છે. કોરોના મહામારીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગરિબ કલ્યાણ અન્ન યોજના લાગુ કરીને દેશના કરોડો ગરિબોને મફત અનાજ આપ્યું. આજે દેશના લોકો ગર્વ સાથે કહી છે કે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોનોમીક સીસ્ટમ બન્યું છે જેમાં ગુજરાતમાં પણ 850થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. દેશના નવ યુવાનોને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અવસર સાથે યોગ્ય દિશા આપી છે. આજે ખેલકુદમાં ભારતના યુવા ખીલાડીઓને તક મળે તે માટે પ્રયાસો કર્યા,મહિલા સશક્તિકરણ, ત્રિપલ તલાક કાયદાનો અમલ,દેશની ગરિબ મહિલાઓને ચુલાથી મુક્તિ આપવા ઉજવલા યોજના થકી 39 લાખ મહિલાઓને રાંઘણ ગેસ આપવામાં આવે છે,કિસાન કલ્યાણ યોજનાથી દેશના ખેડૂતોને સાચા અર્થમાં સશ્કત કરવાનું કામ સરકારે કર્યુ છે. દેશના ખેડૂતોને કિશાન સન્માનીધી યોજના થકી વર્ષે 6 હજાર સીધા ખાતામાં જમા થાય છે. આરોગ્ય લક્ષીમાં કેન્દ્ર સરકારે વધુ ધ્યાન આપ્યુ છે જેમાં દેશના સામાન્ય નાગરીકેને ઉત્તમ સારવાર અને સસ્તી દવા મળે તે માટે જન ઔષધી કેન્દ્રોની સ્થાપના કરી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૈનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ થકી દેશની સેવા કરી રહ્યા છે.
કેન્દ્રીયમંત્રીશ્રી અનુરાગ ઠાકુરજીએ એક પ્રેઝેન્ટેશન સાથે સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્રની ભાજપા સરકાર કે જેનું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરી રહ્યા છે જે કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે. દેશમાં કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના, આંદોલનના કિસ્સા છાશ વારે જોવા મળતા.દેશમાં એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવતા હતા. દેશવાસીઓને તેમનું ભવિષ્ય અંધકારમંય લાગતુ પરંચુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં જે રીતે કામ કર્યુ તેનાથી દેશવાસીઓને આશાનું કિરણ દેખાયું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દર વર્ષે જનકલ્યાણ યોજના લાવી દેશને ઉત્તરોતર પ્રગતીના પંથે લઇ જવા પ્રયાસ કર્યો અને જે પણ વચોનો આપ્યા તે પુર્ણ કર્યા.
શ્રી અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 9 વર્ષ જે રીતે કામ કર્યુ છે તેનાથી આજે દેશનવાસીઓ કહે છે કે આ મોદી સરકાર છે આ અમારી સરકાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગરિબો માટે કામ કરવાનો પ્રયાસ કર્યો જેમાં 27 ટકા ગરિબોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા.કોંગ્રેસ ગરિબોને બોજ સમજતી હતી જેમાં નહેરૂજી,ઇન્દિરાજી,રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંઘી એમ ચાર પેઢી સુઘી ગરીબી દુર કરવા સુત્રોચ્ચાર કર્યા પણ ગરિબી દુર ન થઇ. કોંગ્રેસના લોકો ગરિબીને અર્થવ્યવસ્થા સાથે કોઇ સબંધ નથી તેમ માનતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે 48 કરોડ ગરીબોના બેંકંમાં ખાતા ખોલાવ્યા અને આજે તેમાં 2 લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે. શ્રી મોદી સાહેબે ગરિબોને બોજ નહી અર્થવ્યવસ્થાનો એક ભાગ સમજે છે.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે, કોવિડ મહામારીમાં દુનિયાના દેશો સામે સંકટ આવ્યું જેમાં મોટા ભાગના દેશોને જીવ બચાવો કે અર્થ વ્યવસ્થા બચાવી તે સવાલ હતો પરંતુ આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને કોરોનાથી બચાવ્યા અને અર્થવ્યવસ્થા પણ સંભાળી.કોરોના જેવી મહામારીમાં અન્ય દેશોને દવા અને રસી આપી દેશની છબી સુઘારી.દેશની જનતાને શૌચાલયની વ્યવસ્થા અપાવી. દેશમાં જાહેરમાં 17 કરોડ લોકો શૌચાલય કરતા. કેન્દ્રની સરકારે 12 કરોડ લોકોને શૌચાલય બનાવી આપ્યા.દેશના 12 કરોડ લોકોને ચાર વર્ષમાં નળથી જળ આપવામાં આવ્યું જેની સામે કોંગ્રેસ 17 વર્ષમાં માત્ર 2.83 કરોડ લોકો સુધી પહોંચી શકી હતી. કોંગ્રેસની સરકારમાં પાણી લાવવમાં જીવન ખપી જતુ હતું. ગેસ સબસીડીમાં સરકારે રાહત આપી જેમાં ગેસમાં 200 રૂપિયાની સબસીડી એક વર્ષ સુધી વઘારી દીધી છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યુ. ગરીબોને ઉત્તમ અને ફ્રી સારવાર મળે છે જેમાં 60 કરોડ લોકો કેન્દ્ર સરકારની યોજનાથી ફ્રીમાં સરાવાર કરાવે છે. આજે મહિલાઓને એક રૂપિયામાં સેનેટરી પેડ મળે છે.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે, આજે કેન્દ્ર સરકારની યોજનાથી દર્દીઓને સસ્તી દવા મળે છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને ખાધ વધી પરંતુ મોદી સારકારે ખેડૂતોને એક રૂપિયાનો બોજ પણ વધવા નથી દીધો. કેન્દ્ર સરાકરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે. એમએસપીના ભાવ વધારવામાં આવ્યા અને 30 ટકા નુકાશન થાય તો પણ ખેડૂતોને સરકાર વળતર આપે છે. આજે ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડી પર ડ્રોપ મોર ક્રોપનું સપનું સાકાર કર્યું. ખેડૂતોની આવક બમણી થાય અને ઉત્પાદન વધે તે માટે પણ સરકારે પ્રયાસ કર્યા છે.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના રેકોર્ડ થયા તો શ્રી મોદી સાહેબની સરકારમાં દેશમાં એક પણ ભ્રષ્ટાચારનો કિસ્સો આવ્યા નથી આ જ સુશાસન અને ઇમાનદારીની સરકાર છે. નવ વર્ષમાં કેન્દ્ર સરકારે 15 એમ્સ બનાવી છે જે કોંગ્રેસે પહેલા ફકત સાત બનાવી હતી. આજે 700 નવી મેડિકલ કોલેજ બનાવી જે કોંગ્રેસના સમયમાં 641 હતી.આજે ગરિબના બાળકો પણ ડોકટર બનાવાનું સવ્પન જોવે છે અને સાકાર કરે છે. આજે વિશ્વનું સૌથી મોટુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમાં ભારતનું છે જેમાં દુનિયાની 40 ટકા ડિજિટલ પેમેન્ટ માત્ર ભારતમાં થાય છે. આજે ખેડૂતોને નેનો યુરિયા,ડ્રોનની સુવિઘા મળી રહી છે. વડિલોને આજે પેન્શન સિધી તેમના ખાતામાં જમા કરે છે. કોવિડ મહામારીમાં 20 કરોડ 50 લાખ મહિલાઓના ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જે ઉદાહણ છે કે સરકાર ડિજિટલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ટેકનોલોજીથી સરકાર ભ્રષ્ટાચાર નાદવાનો પ્રયાસ કરી રહી છે જેમાં 4 કરોડ 71 લાખ બોગસ રાશન કાર્ડ બંધ કરાવ્યા, 4 કરોડ 14 લાખ એલપીજી કનેકનશન બંધ કારવ્યા જેનાથી દેશના 2 કરોડ 17 લાખથી વધુ રૂપિયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની સરાકરે બચાવવાનું કામ કર્યુ. દુનિયાના માત્ર ચાર દેશ 4જી અને 5જી ટેકનોલોજી લાવી શક્યા છે જેમાં ભારતનો સમાવેશ છે. આજે દેશની જનતાને સસ્તુ ઇન્ટરનેટ મળી રહ્યું છે.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે,આજે દેશની જનતાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર ભરોસો મુક્યો અને સરકારે દરેક સેકટરમાં દેશને આગળ લઇ જવા પ્રયાસ કર્યો છે. આજે દેશમાં 35 વર્ષ પછી નવી શિક્ષણનીતી આવી. આજે ખેલો ઇન્ડિયા યોજનાથકી દેશના ખેલાડીઓને આગળ વઘવાની તક આપી. કેન્દ્ર સરકારે પ્રવાસ ક્ષેત્રે પણ ઘણા વિકાસ કર્યો છે. પ્રવાસ સ્થળો વિકાસવી રોજગારી પણ વઘારી છે. દેશની સેનાને મજબૂત કરવાનું કામ કેન્દ્ર સરકારે કર્યુ છે.આજે દેશ આંતકીઓને તેમના ધરે ઘુસી મારવાની હિમંત રાખે છે. પાછલી સરકારે ગંગાનદીને પ્રદુષીત કરવાનું કામ કર્યુ પરંતુ નાનમી ગંગે અભિયાન થકી સુધાર કરવાનો પ્રયાસ કર્યો.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે, કલમ 370ને કેન્દ્ર સરકારે દુર કરી. આજે હર ઘર તિરંગો લહેરવામાં આવે છે.દેશની સુરક્ષા માટે જોઇતા 400 જેટલા સાઘનો ઇમ્પોર્ટ કરવાનું બંધ કર્યુ અને દેશમાં ઉત્પાદન થાય છે. કોંગ્રેસની સરાકરે બુલેટ પ્રુફ જેકટ નોહતા આપ્યા પરંતુ મોદી સરકારે 3 વર્ષમા 2 લાખ બુલેટ પ્રુફ જેકેટ આપ્યા. લડાકુ વિમાન,હેલિકોપ્ટર,જાહજ આજે ભારતમાં જ બને છે. સેનાને અધાનિકતાથી સજ્જ કરવાનું કામ કર્યુ છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ સમયે યુદ્ધ વિરામ કરાવીને પણ દેશની જનતાને સુરક્ષીત લાવવાનું કામ કેન્દ્ર સરકારે કર્યુ.
શ્રી ઠાકુરજીએ વધુમાં જણાવ્યું કે, આજે દુનિયાના દેશો પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કામના વખાણ કરે છે. વિશ્વના દેશો આજે ભારતના નાગરિકોને સન્માન આપે છે. દેશની જનતાએ નિર્ણાયક સરકાર બનાવી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી હતા અને આજે દેશથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ વિકસીત ભારતનો પાછલા નવ વર્ષમાં પાયો નાખ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે,દેશ સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યો છે.