ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષામાં કુલ 4,77,392 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરિક્ષામાં કુલ 3,49,792 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પરિક્ષામાં ઉત્તીણ થયેલા દરેક વિદ્યાર્થીઓને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ શુભકામના પાઠવી છે અને આગળ ખૂબ સારો અભ્યાસ કરી નવી સિદ્ધીઓ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા પાઠવી છે . રાજયની જુદી-જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા લેવાઇ હતી તેમાં 56 બંદિવાનોએ પરિક્ષા આપી હતી જેમાંથી 22 ઉમેદવારો ઉત્તિણ થયા છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ વિદ્યાર્થીઓને શુભકામના સાથે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતાએ પણ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ સંઘર્ષ કર્યો છે. જે પણ વિદ્યાર્થીઓને તેમને અનુમાન કરેલા કરતા ઓછા ગુણ આવ્યા હોય તેમને જીવનમાં નિરાશ થવાની જરૂર નથી ભવિષ્યમાં આનાથી પણ વઘુ સારી તકો આગળ ચોક્કસ મળશે અને પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી સિદ્ધીના નવા શિખરો પ્રાપ્ત કરશે તેવી શુભેચ્છા. પરીક્ષા થી લઇ પરિણામ સુઘીની સમગ્ર પ્રક્રિયામાં ખૂબ સરસ કામગીરી કરનાર દરેક વ્યકિતનો આભાર માનું છું. અંતમાં દરેક વિદ્યાર્થીઓ,શિક્ષકો અને પરિવારના સભ્યોને સારા પરિણામ બદલ શુભકામના પાઠવું છું.